આ વર્ષે 10 મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થવાનો છે પરંતુ ગણેશ મુર્તિના વેચાણમાં મંદી જોવાં મળી રહી છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા દસ-બાર વર્ષોથી ગણપતિ મૂર્તિકાર બંગાળી કલાકારો દ્વારા ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન ગણપતિની મૂર્તિ સરકારની ગાઈડલાઇન મુજબ તેમજ આ વર્ષે ચાર ફૂટની મુર્તિ જ બેસાડવાની હોવાથી મૂર્તિ બનાવનાર વેચાણકારોનો ધંધો પડી ભાંગ્યો હતો.
અંકલેશ્વરના ખાસ ગણેશ મૂર્તિકાર સાથે વાતચીત કરતાં જાણ થઈ હતી કે, આ વર્ષે સરકાર દ્વારા સાડા ચાર ફૂટની મૂર્તિ બનાવવાની મંજૂરી આપવામાં આવતા જ માટીની ગણપતિ બનાવવા માટે માટી તેમજ અન્ય ચીજવસ્તુઓ બજારમાં ન આવવાના કારણે 400 થી 500 જેટલા ભાવ વધારા સાથે લોકોએ આસ્થાપૂર્વક ગણપતિની સમાચાર ફૂટની મૂર્તિનું વેચાણ ચાલુ છે અને લોકો લઇ રહ્યા છે. વધુમાં જણાવ્યું કે લોકો ગાઈડલાઇનનું પાલન કરી ગણપતિજીનો ઉત્સવ સાદગીપૂર્વક મનાવે તેમજ આ મહામારી જતી રહે તેવી પ્રાર્થના કરી હતી.
મુકેશ વસાવા, અંકલેશ્વર