અતિ પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ ખાતે શિવલિંગનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના પ્રાચીન મંદિરો પૈકીના એક એવા રત્નેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર તેમજ શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા નિમિત્તે ભગવાન શિવના દિવ્ય શણગારનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી લઇને મોડી સાંજ સુધી શિવભક્તો ઉમટી પડ્યા હતા અને શિવની આરાધના તેમજ ભક્તિ કરી હતી. ભક્તોએ શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ આરાધના પૂજા અર્ચના તેમજ ભક્તિ કરીને મહાદેવના અદભૂત શણગારને જોઈને બિલીપત્રો ચઢાવી તેમજ દૂધથી શિવલિંગને સ્નાન કરાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.
Advertisement