Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : માંડવા ખાતે લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર પંથકના અંતરિયાળ વિસ્તારોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાઓનું વેચાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પંથકના માંડવા ગામે બુટલેગર અંરવિંદભાઈ મહેશભાઇ વસાવા, રહે. માંડવા અંકલેશ્વર ભરૂચનાએ પોતાની ઇકો ગાડી GJ 16 BN 2804 માં ગેરકાયદેસર રીતનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 750 મીલીની 172 નંગ બોટલો જેની કિમત 68,800/- સહિત 180 મીલી ની 528 નંગ બોટલો જેની કિમત 52,800/- સાથે બીયર ટીન 12 નંગ જેની કિમત 1200 મળીને કુલ 712 નંગ બોટલોની કિં. રૂ. 1,22,800/-નો મુદ્દામાલનું વેચાણ કરવા અર્થે લાવ્યો હતો.

નૌગામા જવાના રોડ તરફ તે જઇ રહ્યો હતો ત્યારે પોલીસને જોતાં તે ગાડી મૂકીને ફરાર થયો હતો જેથી અંકલેશ્વર શહેર પોલીસે મુદ્દામલ સહિત ઇકો ગાડી મળીને કુલ 2,22,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે બુટલેગરની શોધખોળ શરૂ કરી હતી.

Advertisement

મુકેશ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ખાતેથી વિમલ, ગુટખા અને તંબાકુના જથ્થા સાથે ભરૂચનાં એક વ્યક્તિની ઇનોવા કાર સાથે ધરપકડ.

ProudOfGujarat

ઝઘડીયા : સારસા ગામે ખેતરમાંથી છ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

નર્મદામા મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!