Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા શિક્ષકદિન નિમિત્તે મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના શિક્ષકોનું સન્માન કરાયું.

Share

અંકલેશ્વર ખાતે કાર્યરત મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના શિક્ષકોનું શિક્ષક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષિકા બહેનોને સાડી તેમજ શિક્ષક ભાઈઓને કપડાનું વિતરણ કરાયું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના કન્વીનર મીરાબેન પંજવાણી તેમજ ગીતાબેન શ્રીવત્સન આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઈનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ સંધ્યા મિશ્રા અને સેક્રેટરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટ અને નિર્માણ બાલવાડીના ત્રણ શિક્ષકો સહિત કુલ 17 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષિકા બહેનોને સાડી તેમજ શિક્ષકભાઈઓને કપડાનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મીરાબેન પંજવાણીએ જણાવ્યું હતું કે શિક્ષક દિન સાચા અર્થમાં રોજ ઉજવાય તે જરૂરી છે. આપણા દરેકના જીવનમાં શિક્ષકોનું યોગદાન કદી ભૂલી શકાય નહીં. તેમને હંમેશા વંદનીય અને પૂજનીય ગણવામાં આવ્યા છે. આજના દિવસે એમનું સન્માન કરતા હું ખરેખર આનંદની લાગણી અનુભવું છું.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ સી બી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનું પંચાયત ભવન કરોડોના ખર્ચે નવું બન્યું પરંતુ પ્રજા સેવાકીય અને સરકારી લાભ થી વંચિત…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં મગરો બહાર સનબાથ માટે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!