જનસંવેદના મુલાકાત આજરોજ અંકલેશ્વર મુકામે પહોંચી હતી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. તેમાં ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, જેમ દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલે કોરોનામાં જે પણ મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને 50 હજારની સહાય કરી છે.
જેમાં તેઓ બે દિવસથી ભરૂચ મુલાકાતે છે અને ભરૂચ પંથકમાં પણ તેઓ દ્વારા આવી સહાય કરવાની માંગ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે. જેથી તેઓની માંગ છે મૃતકના પરિવારને રોકડ રૂપિયાની સહાય કરવી જોઈએ. વધુમાં ઈશુદન ગઢવીએ જણાવ્યુ હતું કે ભાજપા સરકારના દાયરા હેઠળ મોંઘવારી આસમાને પહોંચી છે. પેટ્રોલ – ડીઝલ – રાંધણગેસના ભાવોમાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાત જન સંવેદના લગન કાર્યક્રમ ચાલી રહ્યા અંકલેશ્વર નગરપાલિકાનાં માં શારદા ભવન હોલ ખાતે જન સંવેદના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઈશુદાન ગઢવી, સૂરતના કોર્પોરેટર રામભાઇ ધડુક, હરેશ જોગરાણા, હર્ષદભાઈ પટેલ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ લોકો જોડાયા હતાં.
મુકેશ વસાવા : અંકલેશ્વર