Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

Share

આવતીકાલે તા. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધા કૃષ્ણનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પણ આ દિવસને અત્યંત શિક્ષણ પ્રત્યે સન્માનભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર પંથકના ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે શિક્ષક દિન નિમિત્તે આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષકો સમાજનું એક એવું અભિન્ન અંગ છે જે સમાજના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને વંદન અને એક સ્વસ્થ, સુશિક્ષિત અને પ્રગતિકારક પેઢીને સુસંસ્કૃત કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

જેમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અંકલેશ્વર નગર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમિતિના પ્રમુખ કિંજલબેન ચૌહાણ, ખરોડ બી.એડ કોલેજના પ્રોફેસર ડોક્ટર ઈન્તેખાબ અંસારી અને સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા સહિત અન્ય ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે શિક્ષકોને ટ્રોફી ઉપરાંત સન્માન બેલ્ટ પહેરાવીની વધાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામને ઉપહાર આપવામાં આવ્યા હતા.

મુકેશ વસાવા, અંકલેશ્વર

Advertisement

Share

Related posts

લીંબડીના ઉંટડી ગામના તળાવના માછલા ગટરના નાળા વાટે બહાર આવતા ગામવાસીઓને રોગચાળો થવાની દહેશત.

ProudOfGujarat

પીએમ મોદી અમેરિકા જવા રવાના : 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે

ProudOfGujarat

રાજ્યમાં 44 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ થતા 2 રૂપિયે કિલો ઘાસનું વિતરણ ચાલુ રખાશે:વિજયભાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!