Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી કલબ ઓફ અંકલેશ્વર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

Share

દર વર્ષે 5 મી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે 5 મી સપ્ટેમ્બરના રોજ રવિવાર હોવાને કારણે આજરોજ સમગ્ર રાજયમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર પંથકના રોટરી ક્લબ ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આવતી કાલે 5 મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર પંથકમાં શરદભવન ટાઉન હૉલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ઓફ અંકલેશ્વના સહયોગ હેઠળ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તે સાથે તેઓને આવનારા સમય માટે પ્રોત્સાહિત કરવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના મહામારીના સમયમાં ઓનલાઈન શિક્ષણના ભાગરૂપે જે વિદ્યાર્થીઓને ભણતર પૂરું પાડ્યું છે તે ઘણું સરાહનીય છે. અંકલેશ્વરના 20 જેટલા શિક્ષકોને આઇડન્ટીફાઈ કરી અને તેઓને પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાવી અને પ્રમાણપત્ર પાઠવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

દુનિયા માટે ભારતમાં ડિઝાઇન : ઇનોવેશન અને ઉત્પાદિત કરેલ ‘ATUM સોલર રૂફ’ને યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની પેટન્ટ પ્રાપ્ત થઇ.

ProudOfGujarat

ભરૂચ : પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

રાજપીપળા : શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ઝન કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!