અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સાયન ગ્રીનો કેમ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરના સુમારે કોઈ અગમ્ય કારણસર આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે જીઆઇડીસી બીપીએમસી ના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. આગના પગલે કોઇ જાનહાની થઈ ન હતી.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સાયન ગ્રીનો કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ બપોરના સમયે કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લગતા કંપનીમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની જાણ જીઆઇડીસી બીપીએમસી ના ફાયર વિભાગને થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આગને કારણે હાલ સુધી કોઈને જાનહાનિ પહોચી નથી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement