Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૪ વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો.

Share

અંકલેશ્વરના સમડી ફળીયા સ્થિત મુલજી કલ્યાણ ટાવર ખાતે એક ૪ વર્ષીય માસુમ ચોથા માળથી નીચે પટકાયાની ઘટના સામે આવી છે. જેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. માં-બાપની હાલત બગડી જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સમડી ફળીયા સ્થિત મુલજી કલ્યાણ ટાવર ખાતે પરિવાર સાથે રહેતા પ્રિતમભાઇ શાહનો ૪ વર્ષીય પુત્ર સિદ્ધેશ આજરોજ સવારના સમયે ફ્લેટના દાદર પાસે રમતા સમયે તેનું ધ્યાન બેધ્યાન થતાં ચોથા માળથી નીચે પટકાયો હતો. નીચે પટકાવાનો આવાજ આવતાની સાથે જ ઘટનાના પગલે ફ્લેટમાં તેમજ આસપાસના રહિશો દોડી આવ્યા હતા. ચોથા માળેથી નીચે પટકાતા બાળક ઘણી ગંભીર રીતે ઘવાયો હતો. જેને સારવાર અર્થે તાત્કાલીક અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર ડોક્ટરો દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.

મુકેશ વસાવા, અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચનાં વાલિયામાંથી માટી ચોરી કૌભાંડ ઝડપી પાડતા ખાણ ખનીજનાં અધિકારી રાજપરા.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા,આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!