Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં વધતા જતાં ચોરી બનાવો : મોદીનગર વિસ્તારમાં એક લકઝુરિયર્સ કારને નુકશાન પહોંચાડી સ્વીફ્ટ કારની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો વધવા પામ્યા છે. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ફરી વખત વાહનચોર ટોળકી સક્રિય થવા પામી છે. અંકલેશ્વર પંથકના મોદીનગર વિસ્તારમાં એક લકઝુરીયર્સ કારને નુકશાન પહોંચાડી તે સાથે જ વધુ એક સ્વીફ્ટ કારની ચોરી કરી ચોરો નાસી ગયા હતા જેથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચડ્ડી-બનિયાનધારી ગેંગ અને વાહન ચોર ટોળકી સક્રિય થવા પામી છે. હજી ગત બે દિવસ પહેલા જ ઘટના સામે આવી હતી ત્યાં તો ફરી એક વખત વાહન ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગતરોજ રાત્રીના સમયે મૂળ પંજાબના રહીશ અને હાલ મોદીનગરમાં રહી રેલ્વેનું કામ કરતા રીન્કુભાઈની સ્કોર્પિયો ગાડી નંબર BR 01 PH 5628 ને નિશાન બનાવી હતી અને નુકશાન પહોંચાડયું હતું. જોકે સ્કોર્પિયો ગાડીને ચોરી કરી લઇ જવામાં તસ્કરોને નિષ્ફ્ળતા મળી હતી જેથી ગાડીને નુકશાન પહોચાડી અને અન્ય ગાડીને તસ્કરી કરવાની સાજીસને અંજામ આપવાનું કામ શરૂ કર્યું હતું.

તો બીજી બાજુ નજીકમાં પાર્ક કરેલ એક સ્વીફ્ટ કાર નંબર GJ-16-AP- 4723 ને તસ્કરોને ઉઠાવી જવામાં સફળતા મળી હતી. આ અંગેની જાણ બંને કારના માલિકોને થતા તેઓએ તાત્કાલિક શહેર પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરી ગેંગને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઓટો રીક્ષા એસોસિયેશન તરફથી રીક્ષા ચાલકોની રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ૨૩ દવાખાના તબીબ વિનાના કુલ ૫૯ મંજુર થયેલી જગ્યાઓ પૈકી ૩૬ જગ્યા પર તબીબો છે ઘણા સ્થળોએ એક તબીબ પાસે એકથી વધુ જગ્યાનો ચાર્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!