અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ પૂર્ણ થવાને અંતે છે ત્યારે કોરોના મહામારીથી લોકોને મુક્તિ મળે અને જેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકોની યાદમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સત્યનારાયણની કથા યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ ભાઈચારાની લાગણી સાથે કોરોના મહામારીથી લોકો મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પી.આઈ. વિક્રમ રબારીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ અનુલક્ષીને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ મથક ખાતે ભગવાન સત્યનારાયણની પૂજા યોજવામાં આવી હતી જેને કારણે લોકોના મનમાં પવિત્રતા જળવાઈ અને વાતાવરણમાં શુદ્ધિ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ માસને ઘણો પવિત્ર માનવામાં આવે છે જેમાં પોલીસ પરિવાર પૂજા વિધિમાં જોડાયા હતા. તો પોલીસ સ્ટાફ પણ પૂજામાં જોડાયો હતો. પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ, ભાઈચારાની લાગણી સાથે કોરોના મહામારીથી લોકોને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર