Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC ની દાલમીયા કેમીકલ કંપનીમાં લાખો મત્તાની ચોરી સી.સી.ટી.વી. કેમેરામાં થઈ કેદ

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવોમાં જંગી વધારો થવા પામ્યો છે તેવો જ એક બનાવ જન્માષ્ટમીની રાત્રે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ દાલમિયા કેમિકલ કંપનીમાં બન્યો હતો. જેમાં બે શખ્સો ચોરી કરતા કંપનીના સી.સી.ટી.વી ફૂટેજમાં કેદ થયાં હતા. ગાડીઓમાંથી ડીઝલથી લઈને ડ્રાઇવરના મોબાઈલ ફોનની ચોરી થાય છે. કંપનીના ડાયરેકટરનાં જણાવ્યા પ્રમાણે જગ્યા ઘણી ઘાતકી બનવા પામી છે.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 30 મી ઓગષ્ટ જન્માષ્ટમીની રાત્રે કંપનીના કર્મચારીઓની રજા હતી ત્યારે કંપનીનો પાછળનો ગેટ કૂદીને કંપનીના ખુલ્લા સ્ટોર એરિયામાંથી સર સામાનની ચોરી થઈ હતી જેમાં ચોરી થયેલ સામાન પૈકી એસ.એસ.ના બોલ્ટ વાલ્વ નંગ 2 જેની કિમત 67,140/-, અન્ય એસ.એસ.ના બોલ્ટ વાલ્વ નંગ 04 જેની કિમત 37,000/-, એસ.એસ.ના બોલ્ટ વાલ્વ નંગ 6 જેની કિમત 23400/- એસ.એસ.ટેન્કર કેપ 1 નંગ જેની કિમત 2000/-, એસ.એસ.ફ્લેંચ નંગ 08 જેની કિમત 2800, એસ.એસ.એલ્બો નંગ 06 જેની કિમત 2220/-, એસ.એસ.સ્ટેફન નંગ 04 જેની કિમત 1280/- મળીને કુલ 1,35,840/- ના મુદ્દામાલની ચોરી થવા પામી છે જેની ફરિયાદ કંપની દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને પોલીસે આગળને કાર્યવાહી હાથધરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંસાર માર્કેટની પાછળ જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

આજે રાત્રે દેખાશે સુપરમૂન, પૃથ્વીની નજીક આવશે ચંદ્ર, જાણો આ અવકાશી ઘટના વિશે સંપૂર્ણ.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!