અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આર.કે.એન્જીનિયરીંગમાં થયેલ ચોરીના ગુન્હાના આરોપીઓને ચોરી થયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આર.કે.એન્જીનિયરીંગ કંપનીમાં પાછળના ગોડાઉનમાં સટર તોડી અને ગોડાઉનમાં પ્રવેશ કરી તેમાં રાખેલ વેલ્ડિંગ મશીન નંગ 02 જેની કિમત 20,000/-, વેલ્ડિંગ કેબલ 800 મીટર જેની કિમત 51,000/-, પ્રિન્ટર નંગ 01 જેની કિમત 3,000/-, એસ.એસ.ના નટ/બોલ્ટ નંગ 1,000/- જેની કિમત 25,000/-, એસએસના એન્કર ફાસ્ટનર નંગ આશરે 1000 જેની કિમત 24,000/-, બોલ્ટ ખોલવાના પાના નંગ 61 જેની કિમત 3000/-, એલ.પી.જી ગેસની બોટલ નંગ 02 જેની કિમત 3000/-, ગેસ કટિંગ ટોર્ચ નંગ 02 જેની કિમત 5700/-, રેગ્યુલેટર નંગ 5 જેની કિમત 3400/-, આર્ગન ટોર્ચ નંગ 1 જેની કિમત 3200/-, તથા રોકડ રૂપિયા 6000/-, જે કુલ મળીને 1,48,300/-ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ચોરી ગયેલ મુદ્દામાલ પૈકી રૂ. 49,785 મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ:-
(1) મીતેશકુમાર વિષ્ણુભાઈ પટેલ રહે, યાદવનગર, બાકરોલ, અંકલેશ્વર, ભરુચ
(2) કિશનભાઈ ભલાભાઇ બારિયા રહે, મહેશ તિવારીના રૂમમાં, રામનગર, બાકરોલ, અંકલેશ્વર, ભરુચ
(3) મુન્ના ઉર્ફે ખલીબલી કારબલી પાસવાન રહે, બાબુ સિરાજ અણસરેની દુકાન, બાકરોલ, અંકલેશ્વર , ભરુચ નાઓની ધરપકડ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર