આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નગર પાલિકાનો ટેમ્પો રહેમત પાર્કની બાજુમાં પડેલા ખાડામાં ફસાયો હતો હવે તમે કહેવત તો સાંભળી હશે જે ખાડો ખોદે એ જ ખાડામાં પડે તેવો જ બનાવ આજે બન્યો હતો. હવે નગરપાલિકાના કામો ઉપર કેટલાક સવાલો ઉભા થાય છે. જો આ લોકો પૂરતું ધ્યાન આપીને રોડ રસ્તાઓ વ્યવસ્થિત બનાવે તો આવી નોબત જ ન આવી શકે.
આ તો એક જ ચોમાસુ આવે અને રસ્તાઓ ઉપર એક-એક ફૂટના ખાડાઓ પડી જાય, જો હવે આમને જ આવી હાલાકીનો સામનો કરવો પડતો હોય તો આમ જનતાને કેવી હાલાકી વેઠવી પડતી હશે. મેઘ મહેર વચ્ચે સતત બીજી વખત નગરપાલિકાની ગાડી ખાડામાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે તંત્રની પોલ લોકો સામે ખુલ્લી પડી હતી.
લોકો દ્વારા દરેક પ્રકારના વેરા ભરવામાં આવે છે તે છતાંય તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા ખાડો ન દેખાતા તેમાં પડવાનો ભય રહે છે. રાત્રિના અંધકારમાં પણ લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે તંત્ર કરોડોના ખર્ચે જો રસ્તાઓનું નિર્માણ કરે છે ત્યારે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે તો આવી કેવી કામગરી ? તેવા સ્થાનિકોને પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર