અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધવા પામ્યા છે. દરરોજ એક ટોળકી દ્વારા ક્યા તો ઘરના તાળાં તોડવામાં આવે છે ક્યા તો બેંકને લુંટવામાં આવે છે તો ક્યા તો દુકાનોમાં ચોરી કરવામાં આવી રહી છે. તેવી જ એક ઘટના ગઇકાલે રાત્રિના સમયે પણ બનવા પામી છે. અગાઉ ભરૂચ જીલ્લામાં આવેલા ચડ્ડી બનિયાનધારી ચોરો આજે અંકલેશ્વર પંથકમાં જોવા મળ્યા હતા.
જેઓ બે દુકાન અને એક બેંક અને એક ઓફિસ મળીને ચાર શટરોનાં તાળાં તોડીને તેને લુંટવાના ઇરાદે આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર તેઓ ચોરી કરવામાં નિષ્ફળ ગયા હતા.
અંકલેશ્વરમાં આવેલા એસ.એ મોટર પાસે આવેલ વિસ્તારમાં યસ બેન્કની પાછળની ગલીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક બેંક અને એક ઓફિસ સહિત ચાર શટરોના તાળા તૂટ્યા હતા. જ્યારે ચોરો ચોરી કરવામાં નિષ્ફળ ગયા હતા, આ તમામ ઘટના ઓફિસની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા ચોરો કેદ થયા હતા. જોકે અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી : સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ.
Advertisement