અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બે દિવસ પેહલા વરસાદી માહોલમાં વાંદરાઓના કારણે વીજળીનો થાંભલો તૂટી પડ્યો હતો. રહીશોનો પ્રશ્ન ઉદભવ્યો કે હવે આવું તો કેવું મટીરિયલ છે કે જે વાંદરાઓના વજનથી થાંભલો તૂટી પડ્યો. GEB માં વારંવાર રજુઆત કરવા છતાં પણ હજી સુધી થાંભલો તૂટેલી હાલતમાં જ પડેલો હતો તો જયારે વીજળીના તારો પણ હજી સુધી ખુલ્લા લટકેલા જોવા મળ્યા હતા.
હવે આવા વરસાદી માહોલમાં આવી રીતે વીજળીના તારો ખુલ્લા પડેલા હોવાથી કોઈ જાનહાનિ થાય તો તેનો જીમ્મેદાર કોણ ? લોકો જીવના જીખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે મીડિયા દ્વારા રજૂઆત કરવા બાદ તંત્રે ઘણા મહિનાથી ન કરેલી કામગીરી તત્કાલીક ધોરણે હાથ ધરી હતી.
અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વીજળીનો થાંભલો તૂટી પડ્યો હતો જેના માટે GEB માં રજુઆત કરી હતી પરંતુ તાત્કાલિક ધોરણે કોઈ એકશન લેવામાં ના આવ્યો હતો જયારે આજે સવારે મીડિયા દ્વારા અને ફેસબુકના માધ્યમથી સમસ્યાને જનતા સમક્ષ મૂકી હતી ત્યારબાદ ગણતરીના કલાકોમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને જે બાદ ત્યાના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુકેશ વસાવા, અંકલેશ્વર