Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી રૂ.20 લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે

Share

અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી રૂ.20 લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે

મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના રહેવાસી અરવિંદભાઇ પટેલને વર્ષ 2013 માં જમીન ખરીદવા બાબતે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના નામે કેટલાક વ્યક્તિઓનો સંપર્ક થયો હતો. અને નર્મદા જિલ્લાની એક જમીનનો સોદો હતો. દરમિયાન સાધુના વેશમાં ધૂતારાએ બાનાખત બનાવી 70 લાખની પેટે રૂ. 20 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ ભંડોળ ભેગું થશે ત્યારે જમીનનો સોદો કરાશે તેવી વાત થયા બાદ આ નાણાં લઇ તેઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે જે તે સમયે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલ સ્વામી વિષ્ણુચરણ દાસ નામના વ્યક્તિની નવસારી પોલીસે આવા જ એક ગુનામાં અટકાયત કરી હતી જેને આ ગુનો પણ કબુલતા પોલીસે વિષ્ણુ ચારણ દાસજી સ્વામીની અટકાયત કરી છે. સદર ગુનામાં હજુ કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા છે જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાના ડેકાઇ-ધમધ્રાનો પ્રો.સી.સી રોડ ત્રણ મહિનામાં ખખડી ગયો

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે લોકડાયરામાં ફાયરીંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ…

ProudOfGujarat

ભરૂચ કલરવ શાળાના સ્લો લર્નર સોહેલ પટેલ હેન્ડ બોલ રમતમાં છે તેજ, મેળવી છે અનેક સિદ્ધીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!