જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી તૈયારી કરી હતી જ્યારે છેલ્લા એક સપ્તાહથી તૈયારી ચાલતી હતી ત્યારે આજરોજ સાઈ યુવક મંડળ દ્વારા પહેલીવાર માટીની મુર્તિ બનાવમાં આવી હતી. જ્યારે સાઈ યુવક મંડળ દ્વારા અંકલેશ્વરની જનતાને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરી ભક્તોને દર્શનનો લાભ લેવા અપિલ કરી હતી.
અગાઉ બે વર્ષથી કોરોના મહામારીને કારણે દેશમાં દરેક તહેવારો કે જેમાં ભીડ એકઠી થતી હોય તેવા દરેક તહેવારો પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઇન અંતર્ગત અમુક છૂટ આપવામાં આવી છે. તહેવારો નિમિતે અમુક મર્યાદિત લોકો વચ્ચે તહેવારો માનવના નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા.
જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીના ભાગરૂપે ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી તે સહિત કૃષ્ણ ભગવાનની ઇકો ફ્રેન્ડલી માટીની આકર્ષીય મુર્તિ સ્થાપિત કરવામાં આવી હતી જેને અંકલેશ્વર અને ભરૂચની જનતાએ દર્શન કરવાનો લાહવો લીધો હતો. જેમાં કોરોના ગાઈડલાઇનનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું. સાઈ યુવક મંડળ દ્વારા અંકલેશ્વરની જનતાને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ભક્તોને લાભ લેવા અપિલ કરવામાં આવી હતી.