અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે ચોરીના બનાવો વધવા પામ્યા છે રાત્રિ અને દિવસમાં ખુલ્લેયામ રીતે ચોરીના કિસ્સાઓ સાંભળવામાં આવે છે. કોરોના મહામારીની ત્રીજી લહેર બાદ લોકો ગેરમાર્ગે જઇ રહ્યા હોય તેમ વર્તાઇ રહ્યું છે. દર 2 થી 3 દિવસમાં અંકલેશ્વર પંથકમા બંધ ઘરના તાળાં તૂટવાની બૂમો પડી રહી છે ત્યારે અંકલેશ્વર પોલીસે સતર્ક બનવાની જરૂર પડી છે.
ગતરોજ મઘ્યરાત્રિના સમયે પણ આવે જ એક બનાવ સામે આવ્યો હતો. દીવા રોડ પર આવેલ સંસ્કારધામ સોસાયટી – 2 માં પાંચ જેટલા તસ્કરો ત્રાટકયા હતા જે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પરંતુ ચોરી કરનારાઓ નિષ્ફળ ગયા હોવાનું નજરે પડ્યું હતું.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં દીવા રોડ પર આવેલી સંસ્કારધામ 2 સોસાયટીમાં પાંચ ચોરો ત્રાટકયા હતાં પણ હાલ ચોરીની કોઈ ઘટના બનવા પામી નથી જોકે તમામ ચોરો ચોરી કરવામાં નિષ્ફળ ગયા હતા. આ તમામ ઘટના ઘરના બહાર લગાવેલા સીસીટીવી ફુટેજમાં કેદ થવાં પામી હતી. આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.