Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ પ્રથમ કો વેક્સીનનો જથ્થો કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે રીલીઝ કરાયો.

Share

વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેકસીનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું અને તેની સંભવત પ્રથમ બેચને રિલીઝ કરવા આજરોજ કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઈઝર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા મુલાકાતે આવ્યા હતા. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર JMD સૂચિત્રા એલ્લાએ એપ્રિલ-મે મહિનામાં જ ટ્વીટર ઉપર આ જાણકારી આપી હતી. ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેકસીનનું ઉત્પાદન કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે લાખો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ પોતાનાવજીવ ગુમાવ્યા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સીન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર સમાન ગણવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines Pvt. Ltd. માં કોવેકસીનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરાયું હતું.

ઓગસ્ટના પેહલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જયારે કંપનીમાં બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ ત્યારબાદ શરૂ કરી હતી. ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરાયું છે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 20 કરોડ ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસ વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે.અંકલેશ્વરની પેટા માલિકીની ચિરોન બહેરિંગમાં કોવેકસીનના ઉત્પાદનને તાજેતરમાં જ લીલીઝંડી અપાઈ હતી.

આજરોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અંકલેશ્વર બાયોટેક કંપનીની સબસિડરી કંપનીની મુલાકાતે આવ્યા હતા. પ્લાન્ટની મુલાકાત સાથે મંત્રી કોવેકસીનની પ્રથમ બેચ રિલીઝ કરવામાં આવી હતી. વાર્ષિક 20 કરોડ ડોઝની ક્ષમતા ધરાવતા અંકલેશ્વર પ્લાન્ટમાં પ્રથમ બેચમાં 50 લાખ કે તેથી વધુ કોવેકસીનના ડોઝ રિલીઝ કરવામાં આવ્યો છે .જેથી ગુજરાત સહીત દેશના દરેક નાગરિક સુધી વેક્સીનનો જથ્થો પહોંચી શકે.

કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપા પ્રમુખ સી. આર. પાટીલ, ખાસ મહેમાન કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સહીત ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ યોજાયો હતો.

Advertisement

Share

Related posts

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે પ્રયાસ તેજ કરાયા, ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું.

ProudOfGujarat

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

ગુજરાત એ.ટી.એસ અને ગોધરા એસ.ઓ.જીનું સૌથી મોટું સફળ ઓપરેશન ગોધરામાંથી 4.76 કરોડ જૂની ચલણી નોટો સાથે 2 આરોપીની ધરપકડ કરી : 500 અને 1000 ના દરની કરોડની નોટ પકડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!