Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- આઠ વર્ષના બાળકને ફોરવ્હીલ ગાડી એ ટક્કર મારતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ …

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ભરૂચી નાકા વિસ્તાર પાસે આવેલ ભાંગવાડ ઝુપડપટ્ટી પાસે એક આઠ વર્ષના બાળકને ફોરવ્હીલ ગાડી એ ટક્કર મારતા બાળકને ગંભીર ઈજા પહોંચવા પામી હતી. બાળક ને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે .પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળક અંકલેશ્વરના ભાંગવાડ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોય એવું જાણવા મળ્યું હતું આ બાળકનું નામ સ્મિત કુમાર વિનોદભાઈ વસાવા હોય તેવું જાણવા મળ્યું હતું બાળક ને ટક્કર મારી ફોરવ્હીલ ગાડી નો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.મા કેદ થવા પામી હતી શહેર પોલીસે ગુનો નોંધી ફોરવ્હીલ ગાડી તથા ડ્રાઈવરને સી.સી.ટી.વી ના માધ્યમથી શોધખોળ કરવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.

Advertisement


Share

Related posts

મુંબઈ એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 80 કરોડનું હેરોઈન ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ તંત્ર ના પાપે જાણે કે મૃતકો પણ લાચાર બન્યા જાણો વધુ…..!!!!

ProudOfGujarat

રાજપીપળાના આરબ ટેકરાની પરિણીતા સાસરિયાઓના ત્રાસથી જાતે કેરોસીન નાંખી સળગી જતા ગંભીર હાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!