ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી માં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો ઘણા વધી ગયા છે. તસ્કારો કંપનીના ગોડાઉનમાં ઘૂસી અને લાખોના મત્તાની ચોરી કરી રહ્યા છે ત્યારે તસ્કારોને કોઈનો ખોફ રહ્યો નથી તેવો જ એક બનાવ યુપીએલ કંપનીનો સામે આવ્યો છે. તસ્કારો કંપનીના ગોડાઉનમાં ઘૂસી અને ચોરી કરી રહ્યા છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલ યુપીએલ કંપનીમાં આજરોજ બે જેટલાં તસ્કારો કંપનીના ગોડાઉનમા ત્રાટક્યા હતા જેમાં સી.સી.ટી.વી. કેમેરામાં સમગ્ર મામલો કેદ થયો હતો. કંપનીઓમાં ઉપયોગમાં લેવાતા સેફટીના સાધનોની ચોરી કરી તસ્કરો ફરાર થયાં હતા. જે બાદ કંપની દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.
Advertisement
મુકેશ વસાવા : અંકલેશ્વર