અંકલેશ્વર પંથકમાં વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી આવેલ છે. જેમાં આવેલ અંકલેશ્વર -પાનોલી અને ઝઘડીયાના મેમ્બર ઉદ્યોગોનું એફલુઅન્ટ ટ્રીટમેન્ટ કરી દરીયામાં નિકાલ કરવાની જવાબદારી નર્મદા ક્લીન ટેકની છે. તેવા NCT દ્વારા પોતાના પ્લાન્ટમાંથી મોટા બે પાઈપો દ્વારા આમલાખાડીમાં મોટા જથ્થામાં ગંદુ પાણી છોડી પર્યાવરણને ગંભીર નુકસાન કરતા જીપીસીબીની હાજરીમાં સ્થાનિક સામાજિક સંસ્થાના હાથે ગત 1 ઓગષ્ટના રોજ ઝડપાયા હતા અને જીપીસીબીએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી તપાસ રીપોર્ટ બનાવ્યો હતો અને સ્થાનિક જીપીસીબી ની કચેરી દ્વારા આ રીપોર્ટ વડી કચેરીએ કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યો હતો.
પર્યાવરણના હિતમાં પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સ્થાનિક પોલીસ કચેરીમાં પણ આ બાબતની લેખિત જાણ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ ગત 20 ઓગષ્ટના પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કેન્દ્ર સરકાર દિલ્હી ખાતેના જળ શક્તિ વિભાગ, પર્યાવરણ વિભાગ, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તેમજ ગુજરાત સરકારના ગાંધીનગર ખાતેના પોલ્યુશન કંટ્રોલ વિભાગના અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને, સ્થાનિક અંકલેશ્વર, પાનોલીના જવાબદાર અધિકારીઓ અને ઓદ્યોગિક સમૂહોના પ્રમુખોને પત્ર દ્વારા કાર્યવાહી કરવાની તેમજ વારંવારના દોષિત એવા NCT અને દોષિત ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટ ના થયેલ હુકમ મુજબ ક્રિમીનલ કેશ કરવાની માંગણી સહીતની ફરિયાદ કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી માં RTI કરી માહિતી માંગી હતી કે છેલ્લા 2 વર્ષમાં એમના દ્વારા ખાડીઓમાં થતા પાણીના પ્રદુષણ અને NCT દ્વારા માપદંડો વિરુદ્ધ દરિયામાં છોડવામાં આવતા પ્રદુષિત પાણી સામે કરાયેલ અલગ અલગ 10 ફરિયાદો સામે કરાયેલ કાર્યવાહીના જવાબમાં જીપીસીબી તરફથી નોટિફાઇડ વિભાગોને નોટિસો આપી છે અને દંડ પણ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. આ નોટિસોનો ઉલ્લેખ કરીને ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ તા 2 જુલાઇના રોજ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ઘટનાને અનુસંધાને તારીખ ૨૩/૦૮/૨૧ ના રોજ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની વડી કચેરી દ્વારા નર્મદા ક્લીન ટેકને ક્લોઝર નોટિસ આપી છે જેમાં (NCT) ને (૧) આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવાના ગુનાહિત કૃત્ય બાબતે (૨) જીપીસીબી દ્વારા વાંરવાર અપાયેલ દિશા-નિર્દેશો ઉલ્લંઘન કરવા બાબતે, (૩) દરિયામાં છોડવામાં આવતા એફલુઅન્ટમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન COD,અને NH૩ નું પ્રમાણ નિયત માત્રા કરતા વધુ એટલે કે માપદંડો કરતા વધારે હોવા બાબતે અનેક વખતે દિશા નિર્દેશો આપ્યા હોવા છતા માપદંડોનું થતું ઉલ્લઘન (૪) લાઈન લીકેજ હોવા છતા નોટિફાઇડ વિભાગો અને ઓદ્યોગિક એકમો સાથે યોગ્ય સંકલન ના કરી પ્રદુષિત પાણી રોકવામાં નિષ્ફળ ગયા હોવા બાબતે (૫) ઈમરજન્સી માટે રાખવામાં આવેલ ગાર્ડ-પોંડ ખાલી ના રાખવા બાબતે (૬) ૧૬૦ MLD એફલુઅન્ટ ના સંગ્રહ થાય એવા ગાર્ડ-પોંડ બનાવવા મંજુરી હોવા છતા હાલ સુધી ફક્ત ૬૦ MLD (૫૦ ટકા) ના સંગ્રહ થાય એવા ગાર્ડ-પોન્ડની જ વ્યવસ્થા કરવામાં આવી છે
તે બાબતે દોષિત માનવામાં આવેલ છે.અને NCT ને ૩૦ દિવસની મુદત બાદની ક્લોઝર નોટીસ આપવામાં આવી છે. આ પ્લાન્ટ ચલાવવાની મજુરી ગત માસ એટલે કે જુલાઈ-૨૧ માં પૂર્ણ થયેલ છે નવી અરજી બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી અને એ રીન્યુના કરવામાં આવે અને મંજુરી રદ કરવામાં આવે એવી માંગણી અમારા દ્વારા કરવામાં આવી છે.” નોટીસ મુજબ હવે પછી પર્યાવરણને થયેલ નુકશાનનો અંદાજ લગાવી નાણાકીય દંડ કરવામાં આવશે.