લોકો પોતાના પૈસાની સાચવણી થઈ રહે તે માટે બેંકમાં ખાતું ખોલાવી અને તેમાં પોતાના પૈસા સલામત રહે તે રીતે પૈસા મુક્તા હોય છે પરંતુ અંકલેશ્વર ખાતે ખાતા ધારકની પરવાનગી વગર જ છેલ્લા દોઢ મહિનામાં લાખોની સંખ્યામાં રૂપિયા ઉપાડ્યા હોવાની ઘટના સામે આવી છે. જે અંગે ખાતા ધારકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ખાતા ધારક મુકેશ કારૂ યાદવ રહે, સારંગપુર અંકલેશ્વરના ખાતામાંથી કોઇકે પૈસા ઉપાડ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી. મુકેશભાઇએ જણાવ્યુ હતું કે તેઓ નોકરી કરતાં હોવાથી તેઓએ સેલેરી એકાઉન્ટ પેટે પ્રતિન ચોકડી પાસે આવેલ એક્સિસ બેંકમાં ખાતું ખોલવ્યું છે જેમાં તેઓની સેલેરીના નાણાં ભેગા થતાં રહે છે.
આજરોજ તેઓને નાણાંની જરૂર પડતાં બેંક પર એકાઉન્ટમાં જોતાં એકાઉન્ટમાંથી લાખોની સંખ્યામાં રૂપિયા ખાતામાંથી કોઇકે ઉપાડી લીધા હતા. તેઓએ બેન્ક સ્ટેટમેન્ટ કાઢતા 1 લી જુલાઈથી અત્યાર સુધી કોઈક દ્વારા 1,27,000/- ઉપાડી લીધા હતા. જે અંગે મુકેશભાઇએ ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી અને તપાસ અંગે આગળની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર