Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીઓના સહયોગથી વિવિધ વિભાગોનું લોકાર્પણ કરાયું.

Share

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કે પટેલ ગ્રુપ, શુભશ્રી પિગમેન્ટસ લિમિટેડ, બિરલા સેન્યુરી ગ્રુપ અને રત્નમણી ગ્રુપના ૧ કરોડથી વધુના દાન થકી નવા સુસજ્જ ટ્રોમા સેન્ટર અને ઇમરજન્સી વિભાગ તથા સેવા રૂરલ હોસ્પિટલ સહયોગથી નવાં સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ મોટી કંપનીઓના સહયોગથી અને તેઓના ફંડથી આજે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અનેક સુવિધાઓનું સિંચન થયું છે. પહેલા જે રોગોના નિદાન માટે વડોદરા, સુરત અને અમદાવાદ જવું પડતું હતું તે હવે અંકલેશ્વર ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિવિધ સુવિધાઓનો લાભ ઓછા ખર્ચે મળી રહે તે હેતુસર સેવાઓ આપવામાં આવી રહી છે.

Advertisement

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કે પટેલ ગ્રુપ, શુભશ્રી પિગમેન્ટ્સ લિમિટેડ, બિરલા સેન્યુરી ગ્રુપ અને રત્નમણી ગ્રુપના સહયોગથી આજ રોજ કરોડોના ખર્ચે તૈયાર કરેલ નવા સુસજ્જ ટ્રોમા સેન્ટર અને ઇમરજન્સી વિભાગ તથા સેવા રૂરલ હોસ્પિટલ સહયોગથી સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલ સ્ટાફ સહિત કંપનીઓના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી લોકાર્પણ કાર્યક્રમ પાર પાડ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

ProudOfGujarat

ચાર દિવસના મીની વેકેશનમાં નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોવા પ્રવાસીઓની ભારે ભીડ.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!