Proud of Gujarat
INDIAFeaturedGujarat

ધૈર્યરાજની જેમ ગડખોલના પાર્થને પણ 16 કરોડના ઇન્જેકશનની જરૂરિયાત સર્જાઇ : માતા-પિતા માંગી રહ્યા છે મદદ.

Share

અંકલેશ્વરના પાર્થ પવારને ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. પાર્થની ચકાસણી બાદ માલુમ પડ્યું કે તેના ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. પાર્થની હાલ ઉંમર માત્ર ૩ મહિના છે અને તે આ ગંભીર બીમારીમાં સપડાયો છે. તેનો જીવ બચાવવા માટે પરિવારજનોને 16 કરોડના ઇન્જેકશનની જરૂર છે અને તેઓના પરિવારજનો તેની સહાય માટે ગુહાર લગાવી રહ્યા છે. જેથી તેના માતા પિતા સહિત પરિવારજનો દ્વારા પાર્થને બચાવવા માટે ઓનલાઇન માધ્યમથી તેમજ દાતા પાસે મદદ કરવા અપીલ કરી રહ્યા છે.

પાર્થના માતા-પિતાએ ગવર્મેન્ટ પાસે પણ સહાય માંગી છે જેથી તેમના દીકરાને નવું જીવનદાન મળી શકે. રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા રૂ. 16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ નહિ હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો છે. પાર્થ હાલ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે લોકો પવાર પરિવારનો સંપર્ક કરી બનતી આર્થિક સહાય માટે આગળ આવી તેનો જીવ બચાવવા મદદરૂપ બને તે માટે અપીલ કરાઈ છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો પ્રારંભ

ProudOfGujarat

વડોદરા : શિનોર તાલુકાના સાધલી ગામમાં લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું…

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામે 72 વર્ષ બાદ પ્રથમવાર રકતદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!