Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ઓરેન્જ હોસ્પિટલના પાર્કિંગમાંથી ફોર વ્હીલ ઇકો ચોરીનો બનાવ સામે આવ્યો..!

Share

અંકલેશ્વર પંથકમાં ગત મહિને પણ ગાડીની ચોરીનો બનાવ સામે આવ્યો હતો તે જ રીતે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

બનાવ અંગે પોલીસ સૂત્રથી મળતી માહિતી અનુસાર ઇકોના માલિક અશોકભાઇ બાબરભાઈ મલસારીયા કે જેઓ રહે, ઝનોર હનુમાન ફળિયું, ભરૂચની ગાડીની ચોરી થવા પામી હતી. અશોકભાઇ 20 મી ઓગષ્ટના રોજ તેમના કાકાના છોકરાને અંકલેશ્વર ખાતે આવેલ ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ઇકો ગાડી હોસ્પિટલ નીચે જ પાર્ક કરી હતી.

Advertisement

તે બાદ 21 મી ઓગષ્ટના રોજ વહેલી સવારે 11 વાગ્યે તેઓ પોતાની ગાડી લઈ અને ભાડભૂત ખાતે કામ અર્થે ગયા હતા જે બાદ ફરીથી સ્ટેરિંગ લોક કરીને ઓરેન્જ હોસ્પિટલ નીચે ગાડી પાર્ક કરી હતી જે બાદ રાત્રિના સમયે હોટલમાં જમીને આવ્યા બાદ ગાડી તેની જ્ગ્યા પર જ હતી પરંતુ 22 મી ઓગસ્ટના રોજ સવારે પાંચેક વાગ્યે જોતાં ગાડી તેની જગ્યા પર ન હોવાથી આસપાસ તપાસ કરતાં ગાડી ગુમ થયેલ હોવાનું જણાયું હતું.અશોકભાઈએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં તાપસ અર્થે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

માંગરોળ : મોસાલી બજાર ચાર રસ્તા માર્ગ પર ધૂમ સ્ટાઇલ બાઈકર્સનો ત્રાસ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થયા.

ProudOfGujarat

વડોદરામાં નમકીનના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!