અંકલેશ્વર કામદાર સમાજના આગેવાન દ્વારા અધિકારીઓને પગ પડવા છતાં પણ કડકાઈથી લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. નોટિફાઈડ એરિયામાં તમામ લારી અને ગલ્લાઓ હટાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
વિરોધ કરનારા દ્વારા જાણવામાં આવ્યું હતું કે, જ્યારે આપણે કોઈને રોજગારી નથી આપી શકતા ત્યારે કોઈની રોજગારી છીનવી એ ઘણી નિંદનીય વાત છે. લારી ગલ્લાથી રોજના 100 થી 200 કામનાર વ્યક્તિ કે જેનું ગુજરાન ચાલવાનું સાધન એકમાત્ર ગલ્લો જ હોય તેવા ગરીબ વર્ગીય લોકોનું શું…? પરંતુ સરકાર દ્વારા ઉધોગપતિઓનું માન રાખી અને વાત માનવામાં આવે છે અને તેવામાં ગરીબોનું શોષણ થતું દેખાઈ રહ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, જયારે જી.આઈ.ડી.સી.ના ગલ્લાઓ હતી શકે તો કંપનીમાં આવેલ રેસીડન્સી શા માટે હટાવવામાં આવતી નથી..? જયરે પાર્કિંગ કંપનીની અંદર હોવું જોઈએ ત્યારે તેઓનું પાર્કિંગ કંપનીની બહાર રાખવામા આવે છે જેને કારણે રોજ આવનજાવન કરતાં લોકોને હાલાકી થાય છે તે કેમ હટાવમાં આવી રહ્યા નથી ..? જેથી નોટિફાઈડ એરિયાના અધિકારીઓએ સહિત જેઓ આ ગલ્લાઓ હટાવી રહ્યા છે તેઓને હાથ જોડી વિનંતી કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર