સુમિત કુમાર સિંઘ કે જેઓ અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમ્યાન ગુમ થતા પરિવારજનોએ સહિત લોકોનો હોબાળો મચાવ્યો હતો. કંપનીના ચેનજિંગ રૂમમાંથી કામદારના કપડાં, મોબાઇલ અને રોકડ રૂપિયા મળી આવ્યા હતા. કંપની સત્તાધીશો પણ આ બાબતે મીડિયા સમક્ષ ગલ્લા તલ્લા કરતા નજરે પડ્યા હતા. ઘટનામાં જીઆઇડીસી પોલીસની કામગીરી ઉપર પણ શંકાના વાદળો ઘેરાયા છે જે અંગે આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને થતા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુમિત કુમાર સિંઘના ભાઈ અમિત કુમાર સિંધે જણાવ્યુ હતું કે, તેઓનો ભાઈ સુમિત રહે, બાપુનગર તે છેલ્લા કેટલા સમયથી અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતો હતો જે સુમિત 21 તારીખે નાઈટ શિફ્ટમાં આવ્યો હતો અને સવારે રૂમ પર આવ્યો ન હતો.
જે અંગે તેઓએ સુમિતની તપાસ શોધખોળ હાથ ધરી હતી. જેથી તેઓ કંપની પર તેણી શોધખોળ કરવા આવ્યા હતા તેના શિફ્ટ ઇનચાર્જને પૂછતાં તેઓએ જણાવ્યુ હતું કે સુમિત તેના સમયે સવારે 8 કલાકે ઘરે જવા રવાના થયો હતો. પરંતુ સુમિત સાથે જ કામ કરતાં એક શખ્સે જણાવ્યુ હતું કે સુમિત 6 વાગ્યે ચા પીધા પછી પાછો કામ પર આવ્યો નથી. ત્યારે તે ન મળતા કંપની પર શક ગયો હતો. શિફ્ટ ઇનચાર્જને જાણ થતાં તે પણ સુમિતને શોધવા માટે રૂમ પર ગયો હતો. પરંતુ કંપની દ્વારા ઘરે જવા નીકળી ગયો છે તે બાદ તેઓ જ શોધવા લાગ્યા હતા તેવું જાણવામાં આવ્યું હતું.
જેથી તેઓના ભાઈ ગુસ્સેભરાઈ અને કંપની વિરુધ્ધ કહ્યું હતું કે તેઓને જ ખબર નથી કે સુમિત ક્યાં છે ..? જેથી સુમિત સાથે કોઈ બનાવ થયો છે અને સુમિત અંદર કંપનીમાં જ છે. આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને થતા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથધરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર