Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈનરવ્હીલ કલબ દ્વારા મામલતદાર કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ઈનરવ્હીલ કલબની બહેનો દ્વારા આ પ્રસંગે મામલતદાર કચેરીના સ્ટાફના સભ્યો તેમજ અધિકારીઓને પણ રક્ષા બાંધી હતી અને ઓવારણા લીધા હતા. આ પ્રસંગે મામલતદાર હાર્દિક બેલડીયા નાયબ મામલતદાર અલ્પેશ પરમાર તેમજ સર્કલ ઓફિસર ભરત પટેલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈનરવ્હીલ કલબના પ્રમુખ સંધ્યા મિશ્રા ઉપરાંત રોટરી ક્લબના અને ઈનરવ્હીલ કલબના પૂર્વ પ્રમુખ અનિતા કોઠારી, સુષ્મા દેશપાંડે, યુવા સભ્ય મનીષા દુબે સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કર્મચારીગણને રાખડી બાંધી તેઓને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

મામલતદાર ઓફિસના અધિકારીઓ તેમજ કર્મચારીઓ બહેનોની લાગણી જોઈને ભાવવિભોર થઈ ગયા હતા અને તેમને મોમેન્ટો આપવામાં આવ્યો હતો.


Share

Related posts

સટ્ટા બેટીંગ જુગારના રોકડા રૂપિયા ૧૩,૭૩૦/- અને આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલિસ…

ProudOfGujarat

ભરૂચમાં તા.27 ફેબ્રુઆરીએ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ.

ProudOfGujarat

વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!