Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર: ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રવિત થઈ આમ આદમી પાર્ટીના 40 થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો

Share

આમ આદમી પાર્ટી, અંકલેશ્વર નોટિફાઈડ મંડળના તમામ મુખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકર મળી 42 જેટલા મિત્રો જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા . મજબૂત સંગઠન શક્તિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી થી પ્રભાવિત થઈ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો આજરોજ ભાજપમાં જોડાયા.

Advertisement

અંકલેશ્વર નોટિફાઉડ એરિયાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, નોટિફાઇડ એરિયાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ નકુમ, બક્ષીપંચ મહામંત્રી, 2 ઉપપ્રમુખ અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તેમજ અન્ય 2 મંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભગવો ધારણ કરતા ભરૂચના રાજકારણમાં જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ઇતિહાસ રચાયો હતો તેમ આવનાર વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે ફરી એકવાર ભાજપાએ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ ના માર્ગ દર્શન હેઠળ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકો સર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી વિનોદભાઈ પટેલ, ફતેહસિંહ ગોહિલ, અશોકભાઈ ઝા, પ્રભારી પ્રતીક્ષાબેન, નિશાંતભાઈ મોદી, નોટિફાઈડ મંડળ પ્રમુખ જશુભાઈ ચૌધરી, મહામંત્રી અલ્પેશ પટેલ, અતુલભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.


Share

Related posts

આમોદમાં ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિતના હોદ્દેદારોએ શા માટે રાજીનામા આપ્યા..જાણો વધુ???

ProudOfGujarat

વિસાવદરમાં ‘આપ’ નેતાઓ પર હુમલાનો મામલો : ઘટનાના 12 કલાક બાદ હુમલાખોરો સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

વાલિયા તાલુકાના ચંદેરિયા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!