સર્વપ્રિય નેતા સ્વ. અહમદ પટેલ કે જેઓ કોંગ્રેસી આગેવાન હતા અને ગત વર્ષે તેઓનું કોરોના કાળમાં મૃત્યુ થવા પામ્યું છે, ત્યારે તેઓની 21 મી ઓગષ્ટનાં રોજ જન્મજયંતિ આવી રહી છે તેથી તેઓ મૂળ અંકલેશ્વરના વતની હોવાને કારણે અંકલેશ્વરની એક હોસ્પિટલ દ્વારા લોકોને ફ્રી માં ઓ.પી.ડી કન્સલ્ટેશનનું આયોજન કરાયું જેથી ગરીબ અને મધ્યમથી લઈને દરેક દર્દીને સારી ટ્રીટમેન્ટ મળી રહે અને તેનો લાભ વધુ અને વધુ લોકો ઉઠાવે તેવી આશા હોસ્પિટલ સ્ટાફે રાખી હતી.
અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટે ફ્રી કન્સલ્ટન્સીનું આયોજન કર્યું છે જેમાં મળનારી સેવાઓ જેવી કે કાર્ડિયોલોજી, યુરો સર્જરી, જનરલ મેડિસિન, સ્પાઇન સર્જન, જનરલ સર્જરી, દાંતના રોગો, ગાયનેકોલોજી, ચેસ્ટ ફિઝિશિયન, ન્યૂરો સર્જરી, ફિઝિયોથેરાપી, ડાયેટિશિયન, ઇ.એન.ટી સર્જન, ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટની સેવાઓ મળશે.
હોસ્પિટલ દરમિયાન સેવાઓનો લાભ તારીખ 21 મી ઓગષ્ટથી સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે.
સર્વપ્રિય નેતા સ્વ.અહમદ પટેલના જન્મદિવસ નિમિતે અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટે ફ્રી ઓ.પી.ડી કન્સલ્ટેશનનું આયોજન કર્યું.
Advertisement