અંકલેશ્વર જીઆઇડીસી ના ઉદ્યોગો દ્વારા ખુબ જ શરમજનક હરકતો કરતા નજરે પડ્યા છે છેલ્લા બે દિવસથી અંકલેશ્વર પંથકમાં ધીમો વરસાદ પડી રહ્યો છે જેનો લાભ ઉઠાવી ઉદ્યોગો વાતાવરણને પ્રદુષિત કરી રહ્યા છે. ઉદ્યોગો દ્વારા ખુલ્લેઆમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડર વગર રસાયણિક ધુમાડાઓ વાતાવરણમાં છોડી રહ્યા છે જેને કારણે સામાન્ય જનતાને ધુંમ્મસ છે કે રસાયણિક ધુમાડો તે નક્કી કરવા અસમર્થ રહે છે.
પોલ્યુશન કંટ્રોલ કરતાં જવાબદાર વિભાગો પોતાના મોંઘા ઉપકરણો માત્ર શો પૂરતા રાખતા હોય તેવું જણાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા વારંવાર કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોય છે જેના કારણે નદી અને ખાડીઓ પ્રદુષિત થતી હોય છે તેમજ માછલીઓના મૃત્યુ થતાં હોય છે હોય છે જેથી રહીશો દ્વારા તાત્કાલિક તંત્ર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર