Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : નવજીવન હોટલ પાછળ આવેલ અંસાર માર્કેટમાંથી લક્ષ્મી કાંટા પાસે આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઝડપાયો.

Share

અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પાછળ આવેલ અંસાર માર્કેટમાંથી લક્ષ્મી કાંટા પાસે આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે બે ઇસમોને એસ.ઓ.જી પોલીસએ ઝડપી પાડ્યા હતા.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ, નવજીવન હોટલની પાછળ લક્ષ્મી કાંટા પાસે ગોડાઉન નંબર 2 માં એક આઇસર ગાડી નંબર GJ 16 AU 5674 કોઈ જાતના બિલ કે પુરાવા વગર ભંગાર ભરી આવેલ છે જે બાતમીને આધારે નવજીવન હોટલની પાછળ આવેલ ગોડાઉન નંબર 2 માં જઈ તપાસ કરતા બાતમીવાળી આઇસર ગાડી તથા ગોડાઉનમાં બે માણસો (1) મનીષ રમેશ વસાવા રહે, નવીનગરી સારંગપુર અને (2) વિરલ જગદીશ ઠક્કર, ગોડાઉન માલિક ત્યાં હાજર હતા.

જેથી બંને ઈસમો પાસે આઇસરમાં ભરેલ લોખંડની પ્લેટો તથા ચેનલોનું કોઈ બિલ અને પુરાવા માંગતા મળ્યું ન હતું અને કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી લોખંડની પ્લેટોનું વજન 4420 કિલો કિંમત રૂ, 1,32,600 આઇસર ટેમ્પો કિંમત રૂ.3 લાખ મળી કુલ મુદ્દામાલ રૂ. 4,32,600 નો કબ્જે કરવામાં આવ્યો હતો સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કાયદેસર રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

વાંકલ : કઠોરની ગલિયારા શાળાનું 60.41% પરિણામ આવ્યું

ProudOfGujarat

ગોધરા : લાયન્સ કલબ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન આપવામા આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!