અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ સ્કોડ એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવો ઘણા સામે આવી રહ્યા છે ત્યારે સાઇબર ક્રાઇમ ટીમ સતર્ક બની છે તેમને અલગ અલગ લાખોની મત્તાના આઠ કેસો શોધી કાઢ્યા છે.
જેમાં બનાવો અંગે મળતી માહિતી અનુસાર અરર્દાર બહેને Celivory APP પરથી કપડાની ખરીદી કરેલ ત્યાર બાદ ઓડજર પ્રમાણે કપડા ડીલીવર ન થતા GOOGLE પરથી Celivory APP નો CUSTOMER CARE NUMBER પર ફોન કરતા એક લીંક આવેલ તેમા બેંકની તમામ વિગત તેમજ UPI PIN આપતા અરજદાર બહેનના ખાતામાંથી રૂપીયા કપાય ગયેલા જેમાથી ૩૯,૯૦૮/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
અન્ય બનાવમાં અરજદારને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે મારી પાસે એક કા ડબલની સ્કીમ છે. તમારા રૂપયા ડબલ થઈ જશે. જેથી અરજદાર લાલચમાાં આવી જતાં MONEY REQUEST ACCEPT કરતા અરજદારના ખાતામાાંથી રૂપિયા કપાય ગયેલા જેમાાંથી ૧,૦૦,૦૦૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
અરજદારને અજાણયા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે SBI BANK માાંથી બોલુ છુ તમારુ KYC કરવાનું બાકી છે જેથી અરજદાર દ્વારા ATM CARD ના ૧૬ આાંકડા,CVV,OTP આપતા અરજદારના ખાતામાાંથી રૂપપયા કપાઈ ગયેલા જેમાથી રૂપયા ૧૪,૯૦૫/- બેંક એકાઉન્ટમાાં પરત મેળવી આપેલ છે.
અરજદારને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે AMAZON માાંથી બોલુ છુ તમને REWARD POINTS પર CASH BACK મળેલ છે. જે Phone Pay app માં નોટીફીકેશનમાં જઇને ક્લીક કરતા અરજદારના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયેલા જેમાંથી રૂપિયા ૯૯૯૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
અરજદાર ને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે GOLD માં INVEST કરો અને ડબલ ફાયદો મેળવો તેમ કહી એક લીક મોકલેલ તે તેમા બેંકની તમામ વિગત તેમજ UPI PIN આપતા અરજદારના ખાતામાંથી રૂપિયા કપાય ગયેલા જેમાંથી ૧,૯૫,૫૨૫/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
અરજદાર બહેનને અજાણયા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે તમે COVID VACCINATION કરાવેલ છે તેથી CASH BACK મળેલ છે.જે Phone Pay app માાં નોટીફીકેશનમાં જઈને ક્લીક કરતા અરજદારના બહેનના ખાતામાાંથી રૂપિયા કપાઈ ગયેલા જેમાંથી રૂપિયા ૧૬,૧૮૫/- બેંક એકાઉન્ટમાાં પરત મેળવી આપેલ છે.
અરજદાર દ્વારા અમેઝોન પરથી વનપલ્સ નોટ મોબાઇલ મંગાવેલ હતો જેની ઝડપી ડીલેવરી માટે રૂપયા ૧૦/- પે કરવા માટે કહેલ ત્યારબાદ એચ.ડી.એફ.સી. બેંક પરથી ફોન આવેલ વેરીફીકેશન માટે ફોન આવેલ જે રીસીવ કરેલ ત્યારબાદ અરજદારના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કપાય ગયેલ જેમાંથી રૂપિયા ૪૫,૪૫૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
અરજદારને એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે તમારુ DEMATE ACCOUNT નો ઉપયોગ કરીને તમને ૧૦૦% નફો કરાવીશુ જેથી અરજદાર દ્વારા પોતાનું DEMATE ACCOUNT નો ID-PASSWORD આપતા અરજદારનો IDPASSWORD બદલી નાખેલ અને અરજદારનો LOSS કરી નાખેલ ત્યાર બાદ ટેકનીકલ તેમર્ હ્યુમન ઇન્ટેલીઝન્સની મદદથી અરજદારના બેંક ખાતામાાં ૧,૦૦,૦૦૦/- પરત મેળવી આપેલ છે.
જે બનાવોમાાં અરજદાર દ્વારા તાત્કાલીક અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ સ્કોડનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સ્કોડની ટીમ દ્વારા આ બનાવમાાં ભોગ બનનાર અરજદારોને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનાર આઠ અરજદારોના મળી કુલ રૂ. ૫,૨૧,૯૬૩/- તેમના બેંક એકાઉન્ટોમાં પરત મેળવી આપેલ છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર