ભરૂચ પંથકમાં લાંબા સમયના વિરામબાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. ગત સાંજના સમયથી વાદળછાયા વાતાવરણ સાથે પંથકમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે પરંતુ એક વરસાદના પાણીથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને રસ્તાઓ પોલા પડી રહ્યા છે જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ પીરામણ નાકા નજીક ટ્રક ખાડામાં ફસાઈ જતાં સમસ્યાઓ ઊભી થઈ હતી.
જેમાં અંકલેશ્વર નગરપાલિકાની પોલો ખૂલી છે. રસતાઓ બનવા અર્થે લો કવોલિટીનું મટીરિયલ વાપર્યુ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. રસ્તાઓ ધોવાઈ જતાં રસ્તાઓની વચ્ચે જ ગાબડાઓ પડી રહ્યા છે જેને લઈને રાહદારીઓને નુકશાન સહિત ઘણી હાલાકી થઈ રહી છે. આજરોજ પિરામણ નાકા પાસે અચાનક એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. ટ્રકનું ટાયર ખાડામાં ખુપી જતાં ડ્રાઇવરને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને રસ્તાની વચ્ચોવચ પરિસ્થિતિ સર્જાતા વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
અંકલેશ્વરના પીરામણ નાકા નજીક ટ્રક ખાડામાં ફસાતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ.
Advertisement