અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ બનતા પહેલા જ શરૂ થઇ જવા પામ્યો છે. ઓ.એન.જી.સી તરફનાં ભાગથી વાહન વ્યવહાર શરૂ થઈ જવા પામ્યો છે. બ્રિજ નિર્માણાધીન એજન્સી અડાસ દૂર કરતા લોકો ઉપયોગ શરૂ કર્યો છે. બ્રિજનો રોડ તેમજ ટી સર્કલ બનવાનું બાકી છે. બ્રિજ પર બસ સહિત વાહનો પસાર થઈ રહ્યા છે. બ્રિજના ત્રણ રસ્તા પર માત્ર બ્લોક મૂકી સર્કલ બનાવ્યું છે અને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.
અધૂરી કામગીરી છતાં બ્રિજ ચાલુ કેમ થયો તે સવાલ ઉદ્દભવી રહ્યા છે. અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી અને ભરૂચને જોડાતા ગડખોલ ફાટક જિલ્લાના પ્રથમ ટી બ્રિજની બીજા ફૈઝની કામગીરી પૂર્ણ થઇ નથી છતાં અચાનક બ્રિજ ચાલુ થઇ જવા પામ્યો છે. ઓ.એન.જી.સી ઓવરબ્રિજની નીચેથી ઉપર તરફ જતો માર્ગ અધૂરો છે તેનું ડામર વર્ક હજી બાકી છે.
તો બ્રિજ ઉપર જ્યાં ત્રણ ભાગ ભેગા થાય છે ત્યાં સર્કલ બનાવવાની કામગીરી પણ બાકી છે. આ વચ્ચે અચાનક આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી તરફથી ભરૂચ તરફ જતા માર્ગ પર લોકો વાહનો લઈ બ્રિજ પરથી પસાર થતા હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજના નિર્માણાધીન કંપની રચના કન્સ્ટ્રકશન દ્વારા બ્રિજ પર કામગીરીને લઇ મુકવામાં આવેલ અડાસ દૂર કરી છે તેમજ ઉપરના ભાગે પણ બ્રિજ અડાસ હટાવી દીધી છે જેને લઇ વાહન ચાલકો બ્રિજની બીજા ફૈઝની કામગીરી પૂર્ણ થાય તે પહેલા તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. બ્રિજ રોડ તેમજ સર્કલનું કામગીરી બાકી છે જે પૂર્ણ કરવા પૂર્વે ઇજારદાર દ્વારા કેમ આળસો હટાવી લોકો બ્રિજ પર આવાગમન કરવા માટે માર્ગ મોકળો કર્યો છે. તેના પર સવાલ ઉઠી રહ્યા છે.
અગાઉ એક બાળકે જીવ ગુમાવ્યો હતો રાત્રે બ્રિજ ઉપર લાઈટ ન હોવાથી ત્રણ રસ્તા પર સર્કલ પણ ન હોય તેથી અકસ્માત થવાની શક્યતા છે.
અંકલેશ્વર : બ્રિજ પર ટી સર્કલ બનાવવાનું બાકી : વાહનો બ્રિજ પરથી પસાર થવાની શરૂઆત થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા.
Advertisement