અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ તારીખ 15 મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જાણીતા ડાયેટિશિયન અને ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા તેમજ એન.આર.આઈ શરીફભાઈ કાગજી તથા શાળાના ટ્રસ્ટી નાઝુભાઈ ફડવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
Advertisement
આ પ્રસંગે ટ્રસ્ટીગણ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના ગાઇડલાઇનનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું.