Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગો વેન્ટિલેટર ઉપર, વધુ 300 કરોડનો પ્રોડક્શન લોસ

Share

અંકલેશ્વર – પાનોલીનાં ઉદ્યોગો વેન્ટિલેટર મુકાઈ ગયા છે. સતત બીજા દિવસે 300 કરોડનું પ્રોડક્શન લોસ થયું છે. 24 કલાક ચાલતા પ્લાન્ટ પર હવે શટડાઉન લેવા પડ્યા છે. નાના ઉદ્યોગો સાથે હવે મોટા ઉદ્યોગો પણ કરોડો રૂપિયાનું ઉત્પાદન ઠપ થયો છે. શનિવારની સાંજ સુધી પાઇપલાઇન કાર્યરત થવાની ધારણા છે. પાઇપલાઈન ત્રીજું કોટિંગ કરી બહાર કોટીંગ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. દેશના પ્રથમ એવા પ્રોજેક્ટ જે ઉદ્યોગોનું દુષિત પાણી પાઇપ લાઈન વડે દરિયામાં ઠાલવે છે તેવા એન.સી.ટી પાઇપલાઇન પ્રોજેક્ટ અંદાજે 140 કરોડના ખર્ચે નિર્માણ પામી કાર્યરત થયો છે.

તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2007 માં કાર્યરત થયા બાદ દેશનું રોલ મોડલ બનાવામાં આવ્યું હતું. જોકે આ પ્રોજેક્ટ પ્રતિ વર્ષ પાઇપ લાઈન 2 થી 3 વાર બ્રેકડાઉન થતા તેની સીધી અસર ઉદ્યોગો પર પડી રહી છે. સોમવારની રાત્રીના એનસીટી લાઈનમાં સજોદ પાસે પડેલા ભંગાણ આજે પાંચમો દિવસ થઇ જવા આવ્યો છે છતાં લાઈન ચાલુ થઈ શકી નથી. પાઇપલાઇનમાં ચાલી રહેલ સમારકામ અંતિમ ચરણમાં જ છે.

Advertisement

પાઇપલાઇનની અંદર ડબલ કોટીંગ લેમિનેશન વર્ક બાદ હવે બહાર ત્રીજું કોટીંગ સાથે ફાઇનલ પાઇપ લાઈન જોડાણ કરવામાં આવી રહ્યું છે જે બાદ 12 કલાક સુધી લાઈનને મોકલવામાં આવ્યા બાદ શનિવારે બપોર સુધી લાઈન કાર્યરત થવાની સંભાવના છે. આ વચ્ચે અંકલેશ્વર -પાનોલીના નાના અને મધ્યમ કદના 1500 થી વધુ ઉદ્યોગો 2 દિવસથી બંધ થઇ ગયા છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ કુમાર વિદ્યાલય દ્વારા કલ્પેશ વાઢેરનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : શ્રી દત્તપાસક પરીવાર નાવડેરા દ્વારા શ્રી દત્ત ભગવાનના 69માં પાટોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!