Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ દ્વારા ઊભા કરાયેલ HT લાઇનના લાખોના એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરી.

Share

અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ ખાતે તાજેતરમાં જ ઊભા કરાયેલ HT લાઇનના 55 ગાળાના એલ્યુમિનિયમના કંડકટરની જેની લંબાઈ આશરે 6000 મીટર છે તેની લાખોની મત્તાની ચોરી થઈ છે.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતે અંકલેશ્વર રૂરલ સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે કામ કરતાં વસંતકુમાર સુમનભાઈ ભગતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો કે તાજેતરમાં તા 10 મી ફેબ્રુઆરીના રોજ પારડી ગામ ઇદ્રીશ પાસે દક્ષિણ ગુજરાત વીજ કંપની પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તાબ હેઠળ નવી HT લાઇનના 55 ગાળાના એકલ્યુમિનિયમના કંડકટરની લાઈનો નાંખવામાં આવી હતી જેને ગતરોજ અજાણ્યા ઇસમોએ ચોરી કરી છે.

Advertisement

અજાણ્યા ઇસમો દ્વારા 55 spmm ની અંદાજિત કિં.રૂ. 1,87,740/- ની ચોરી કરી હતી જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ અંગે તજવીજ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

જોનસન એન્ડ જોનસનની સિંગલ-શોટ રસીને ભારતમાં મળી મંજૂરી, હવે દેશમાં 5 રસી ઉપલબ્ધ

ProudOfGujarat

અમદાવાદ એલિસબ્રિજ નજીક ફાયનાન્સની કંપનીમાં વિદેશી ચલણી નોટો સાથે લાખોની ચોરી

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!