Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ડો.વિક્રમ સારાભાઈની 101 મી જન્મ જયંતિએ કોરોના વોરિયર્સને મોમેન્ટો આપીને સન્માન કરાયું.

Share

અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સાત વર્ષ પૂર્ણ થતાં અને ડોક્ટર વિક્રમ સારાભાઈની ૧૦૧ મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ઓમકાર એક્ઝોટિકા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્લોબલ વોર્મિંગના કારણે તમામ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે આવનારી પેઢી માટે જોખમી છે. આ કાર્યક્રમમાં 500 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. કોરોનાના કપરા સમયમાં અડીખમ સેવા બજાવનાર તબીબો, નર્સિંગ સ્ટાફ કોવિડ સ્મશાનમાં સેવા આપનાર તેમજ પોલીસ કમર્ચારીઓને તમામ કોરોના વોરિયર્સને મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ઓમકાર એક્ઝોટિકા ખાતે શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સપ્તર્ષિ સંકલ્પ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

વિરમગામ ખાતે પુરવઠા મામલતદાર દ્વારા દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે વિશાળ મૌન શાંતિ રેલી યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : આગામી તા. 11 થી 25 સપ્ટેમ્બર સુધી કસક ગળનાળાને પહોળુ કરવાની કામગીરીને કારણે કસક ગળનાળુ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!