એક તરફ જ્યાં સરકાર વેકશીનેશનને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે કે વેકશીનેશન જરૂરી ત્યારે બીજી તરફ વેકશીનેશન ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. વેકશીનેશન જ્યારથી શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી વેકશીનેશનનો અભાવ રહ્યો છે તેવી જ એક સમસ્યા અંકલેશ્વરના નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે વેકશીનેશન માટે લોકો પડાપડી કરી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
એક તરફ વેકશીનેશન માટે જથ્થો અપૂરતો છે ત્યારે લોકો દ્વારા થઈ રહેલ કોરોના ગાઈડલાઇનનો ભંગ અતિ નિંદનીય છે. લાઈનો તો જણાઈ રહી નથી ત્યારે લોકો ભેગા થઈ અને ટોળેટોળાં થઈ રહ્યા છે જેઓએ માસ્ક પણ નથી પહેર્યું અને સોશીયલ ડિસ્ટન્સના પણ ઘજાગરા ઊડી રહ્યા છે. તો આના માટે શું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી જવાબદાર બનશે..? કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ આપાઈ રહ્યું છે અને સ્થાનિકો પણ કોરોનાને ભૂલી ગયા હોય તેમ વર્તાઇ રહ્યું છે જેથી સરકારે વેકશીનના ડોઝનો જથ્થો વધારવો જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
ત્રીજી લહેરને આમંત્રણ : અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડીસ્પેન્સરી ખાતે વેક્સિન માટે લોકોના ટોળા : સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો પણ અભાવ.
Advertisement