અંદાડા ગામ પાસે લૂંટની ઘટનામાં અન્ય ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડતી અંકલેશ્વર પોલીસે
અંકલેશ્વરમાં અંદાડા વાધી રોડ પર શ્રીજી ટેલિકોમ ઓફિસમાં કેશ કલેક્શન કર્મચારી ની રેકી કરી 4 લાખ ઉપરાંત ની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના બની હતી , જેમાં ઝઘડીયાનાં દઢેરા ગામે જે દુકાન પર કલેકશન કરવા માટે કર્મચારી જતો હતો જતા તે જ દુકાનદારે પોતાના મુંબઈ રહેતા કાકાના દીકરાને માહિતી આપી હતી.અને ભાટવાડનાં રિયાઝ બાલાએ તેના મુંબઈ રહેતી માસીના દીકરા સાથે લૂંટને અંજામ આપતા શહેર પોલીસે તેને અગાઉ ઝડપી પડ્યો હતો. આ લૂંટ પ્રકરણ માં અન્ય 4 આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરમાં ગત 8મી નાં રોજ અંદાડા ગામની અંબિકાનગર ખાતે રહેતા ઉમેશ શાહ છાપરા પાટીયા ખાતે આવેલ શ્રીજી ટેલિકોમ ઓફિસમાં કેશ કલેક્શન નોકરી કરે છે. રાજપીપળા ચોકડી તેમજ અન્ય સ્થળે થી ૪ , ૧૬ , ૩૦૦ રૂપિયા ઉઘરાણી કરી બપોરે અઢી વાગ્યાનાં અરસામાં રાજપીપળા ચોકડી થી અંદાડા ગામ તરફ વાધી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.તે દરમિયાન તેમની એક્ટીવા રોકી યુનિકોન મોટર સાઇકલ પર આવેલા 3 ઈસમો એ અંદાડા ક્યાં છે. પૂછવાના બહાને રોક્યો હતો. અને તેની પાસે ની થેલી જેમાં રૂપિયા ૪ , ૧૬ , ૩૦૦ હતા તે બેગની લૂંટ કરી ગડખોલ તરફ લઇ ભાગી છૂટ્યા હતા.
જે ઘટના અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એ ઝાલાના માર્ગ દર્શન હેઠળ શહેર પોલીસ તેમજ એલ.સી.બી ભરૂચ અને પી.આઈ.આર.કે. ધુળીયા દ્વારા ટીમ બનાવી તપાસ આરંભી હતી. શહેરનાં ભાટવાડનાં રિયાઝ બાલાએ લૂંટને અંજામ આપ્યો હોવાની બાતમી મળતા એલસીબી ની ટીમે રિયાઝ બાલાને ભાટવાડ ખાતે થી ઝડપી પાડ્યો હતો. તેની પાસે થી રોકડ રૂપિયા ૫૫ , ૪૦૦ તેમજ એક મોબાઈલ અને યુનિકોન મોટર સાઇકલ પોલસે કબ્જે કરી કુલ ૯૦,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં ઝઘડિયા તાલુકાના દાઘેડા ગામના ફરાર આરોપી સહદ સિરાજદ્દીન શેખ , ઈરફાન ઐયુબ યાસીન શેખ તેમજ મુંબઈ ખાતે રહેતા અર્શુદ્દીન કરીમુદ્દીન ઇલ્યુદ્દીન સૈયદ તેમજ અફઝલ ગુરુમીયા ખ્વાજા સાહેબ કુરેશીની ધરપકડ કરી હતી. જેમાં શહેર પોલીસે આરોપી અર્શુદ્દીન પાસે થી રોકડા રૂપિયા ૧ , ૯૨ , ૯૦૦ અને અફઝલ પાસે થી રોકડા રૂપિયા ૧.૫૦ લાખ રિકવર કરીને લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 4 લાખ 16 હજાર રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે