Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય સરકારે અંકલેશ્વર પાલિકાને રૂ.3 કરોડની ગ્રાન્ટ માળખાકીય સુવિધાઓ માટે ફાળવી.

Share

અંકલેશ્વર પાલિકાને રાજ્ય સરકારે રૂ.3 કરોડની ગ્રાન્ટ માળખાકીય સુવિધા માટે ફાળવી છે. 8 મી ઓગસ્ટના રોજ ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રાન્ટના પ્રથમ હપ્તારૂપે રૂ. 1.50 કરોડનો ચેક અર્પણ કરાયો હતો. સ્વર્ણિમ ગુજરાત- 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજા ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં નવ વોર્ડના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટ વપરાશે તેમ પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું.   

“પ વર્ષ આપણી સરકાર, સૌનો સાથ- સૌનો વિકાસ”  અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા 8 મી ઓગસ્ટના રોજ ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વર્ણિમ ગુજરાત- 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વર પાલિકાને રૂ.3 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાઓના કામો માટે રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને રૂ. 3 કરોડની ગ્રાન્ટની ફાળવણીનો પહેલા હપ્તાના રૂ.1.50 કરોડનો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. જે ચેક અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ તેમજ ચીફ ઓફિસર કેશવ ભાઈએ સ્વીકાર કર્યો હતો. આ અંગે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર પાલિકાને ફાળવેલા રૂ.3 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી પહેલો હપ્તો મળી ગયો છે. ટૂંક સમયમાં અંકલેશ્વર નગરના 9 વોર્ડમાં માળખાકીય સુવિધા એવા રોડ, પાણી, ડ્રેનેજ સહીતના વિકાસ કામો નક્કી કરી બોર્ડ બોલાવી પાલિકાની વિકાસ યાત્રાને વધુ ગતિશીલ કરવામાં આવશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે: આ રીતે જાણી શકશો

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

ProudOfGujarat

સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપી આતંક મચાવતી ચીકલીગર ગેંગના ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!