Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રિક્ષામાં બેસેલ મહિલાઓ પૈકી એક મહિલાની ચેન અન્ય મહિલાએ ચોરી કરી હોવાનો બનાવ, જાણો પૂરી વિગત…

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો સહિત છેતરપીંડીના બનાવો ધોળા દિવસે વધી રહ્યા છે. આવો જ એક બનાવ અંકલેશ્વરનાં ચૌટાનાકા પર સર્જાયો હતો. હવે પંથકમાં જાણે સોનું ચાંદી અને વધુ પડતાં રોકડ રૂપિયા લઈને બહાર નીકળવું ઘણું મુશ્કેલ બન્યું છે. લોકો આંખ સામેથી છેતરપિંડી કરી અને ચોરી કરી રહી હોવાનો બનાવ સામે આવ્યો છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ચૌટાનાકા પાસેથી ફરિયાદી લલિતાબેન દુર્લભભાઈ પટેલ ઘરે જવા એક રિક્ષામાં બેસી રહ્યા હતા જેમાં પહેલાથી બે મહિલાઓ પેસેન્જર તરીકે બેસેલ હતી તે બાદ રિક્ષામાં જતાં દરમિયાન ભદ્રલોક સોસાયટી પાસે પહોચતા ફરિયાદીને ગળાના ભાગે ઠંડુ લાગતા લલિતાબેને ગળા પર હાથ ફેરવીને જોતાં લગભગ દોઢ તોલાની ચેન ગળામાં ન હતી ગળાની જમણિબાજુ હાથ નાંખીને જોતાં ચેન તૂટેલી હાલતમાં હતી અને પેન્ડલ ખોવાયેલ હતું જેથી રિક્ષામાં જ તેની શોધખોળ કરી રહ્યા હતા.

Advertisement

ત્યારે બાજુમાં બેસેલ એક મહિલાએ લલિતાબેનને જણાવ્યુ કે તમારું સોનાનું પેન્ડલ તમારી સાડીમાં છે, જેથી લલિતાબેને સાડીમાં જોતાં પેન્ડલ મળી આવ્યું હતું તે બાદ લલિતાબેને પેન્ડલ પોતાના હાથમાં પકડી રાખ્યુ હતું તે સમય દરમિયાન બાજુમાં બેસેલ મહિલાએ લલિતાબેનને તેમની સોનાની ચેન પડી જશે કાં તો ચોરાઇ જશે તે અર્થે તેમના પર્સમાં મૂકવા જણાવ્યુ હતું જે બાદ લલિતાબેન એ પર્સ થેલામાં મૂકી દીધું હતું અને તેમને ઉતરવાનો સમય થતાં તેઓ સુરવાડી ફાટક પાસે રિક્ષામાંથી ઉતરી ગયા હતા ત્યારે લલિતાબેનને શક જતાં તેઓ થેલામાં જોતાં પર્સમાં મુકેલ ચેન નહીં દેખાતા એકલું પેન્ડલ જ મળી આવ્યું હતું, જે ચેનની ચોરી અંદર બેસેલ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી જેથી રિક્ષામાં બેસેલ મહિલાઓએ તેમણે વિશ્વાસમાં લઈ અને દોઢ તોલની એટલે રૂ. 64,800/- ના ચેનની ઠગાઇ કરી હતી જે અંગે લલિતાબેને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતાં ત્રણ જેટલા મજૂરો પર મધમાખીઓનો હુમલો…

ProudOfGujarat

રાજપીપલા નજીકના રસેલા પાસેની હોટલ પાસે ટ્રકમાંથી થયેલી 25 લાખની લૂંટના બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી ભોજન સમારંભ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!