અંકલેશ્વરમાં ONGC ખાતે આવેલ SC,ST ઓફિસ ખાતે આદિવાસી સમાજના લોકોએ ડૉ. બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9 મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. ડિસેમ્બર 1994 ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઓ.એન.જી.સી. ખાતેની એસ.સી.એસ.ટી સેલની ઓફીસે ડૉ. બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, નગરપાલિકા સભ્ય સુનિલ વસાવા, આદિવાસી આગેવાન મહેશ વસાવા, એસ.સી.,એસ.ટી ના સેક્રેટરી રોહિત પટેલ, વાઇસ સેક્ટરી દિનેશ વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને એસ.ટી.એસ.સી સેલના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement