મુલદ ચોકડીથી ડમ્પર પર લૂંટારુ લટકી ટ્રક 1 કિ.મી આગળ હોટલ કમ્પાઉન્ડમાં ઉભી કરી લૂંટ ચલાવી હતી. 28 હજારની લૂંટ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં 4 લૂંટારુઓને ઝડપી પાડયા હતા. અન્ય 3 લૂંટારાઓની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી હતી.
બનાવની વિગતો અનુસાર બે દિવસ પૂર્વે મૂળ મધ્યપ્રદેશના જીવણલાલ કેવટ સરથાણા સુરત ખાતે ભાવેશ ટ્રાન્પોર્ટમાં હાઇવા ટ્રક ચલાવી રહ્યો છે. ગતરોજ રેતી ભરવા માટે પાણેથા જવા નીકળ્યા હતા જ્યાં રોડને લઇ ગ્રામજનો ગાડી રોકતા તે ભાલોદથી રેતી ભરી રાત્રીના પરત આવી રહ્યો હતો તે દરમિયાન મુલદ ચોકડી પાસે આવતા ટ્રક પર અજય વસાવા નામના ઈસમ ચલાઉ ડમ્પર પર ચઢી ગયો હતો અને જીવણલાલને ગાળો આપવા લાગ્યો હતો અને ટ્રક રોકવાની કોશિસ સાથે ડમ્પર ચાલકને માર માર્યો હતો છતાં જીવણલાલ ટ્રક 1 કી.મી આગળ લઈ જઈ બેન્સન હોટલના કમ્પાઉન્ડમાં ઉભો રહેતા અજય તેમજ મોટરસાઇકલ પર આવેલા અન્ય 6 થી 7 જેટલા ઈસમોએ તેને ડમ્પર ટ્રકમાંથી ખેંચી નીચે પાડ્યો હતો અને ઢીકાપાટુનો માર મારી તેની પાસે રહેલ ખિસ્સામાં રોકડ રૂપિયા 10,500 તેમજ પાકીટમાં રહેલ 7 હજાર રૂપિયા, મોબાઈલ મળી 28 હજાર રૂપિયા તેમજ અગત્યના આધાર પુરાવાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જીવણલાલ કેવટની ફરિયાદ આધારે અજય વસાવા તેમજ અન્ય સાતેક ઈસમો સામે લૂંટ તેમજ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પીઆઈ.વિક્રમ રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસે મુલદ તેમજ માંડવાના 4 જેટલા લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે મુખ્ય આરોપી એવા અજય વસાવા, અરવિંદ વસાવા, જયેન્દ્ર વસાવા અને વિજય વસાવાની ધરપકડ કરી હતી તેમજ તમામના રિમાન્ડની તજવીજ આરંભી લૂંટમાં ગયેલ મોબાઈલ તેમજ રોકડ રૂપિયા અને અગત્યના દસ્તાવેજી પુરાવા રિકવર કરવાની કવાયત આરંભી હતી તો ફરાર અન્ય 3 લૂંટારુઓને પણ ઝડપી પાડવા માટે પોલીસે ટીમ બનાવી સર્ચ ઓપરેશન આરંભ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર