Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે સર્વિસ રોડ પર હાઇવા ટ્રક પલ્ટી મારી.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના મોટા બનાવો સર્જાતા હોય છે જેને પગલે લોકો ગંભીર ઈજાથી પીડાય છે અથવા તેમના મૃત્યુ થઇ જતા હોય છે. તેવો જ એક બનાવ આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક થયો હતો.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર અંકલેશ્વર હાઇવે નજીક હાઇવે ઉપર અને અંસાર માર્કેટ નજીક આવેલ સર્વિસ રોડ ઉપર એક હાઇવા ટ્રક કોઈ અગમ્ય કારણોસર પલ્ટી મારી જતા ચકચાર મચી જવા પામ્યો હતો. ટ્રક અચાનક જ પલ્ટી મારી જતા ટ્રકમાં રહેલ સામાન રસ્તા પર પડી ગયો હતો અને લોકોના ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા.

Advertisement

સુરત તરફથી અંકલેશ્વર તરફ આવી રહેલી ટ્રક સર્વિસ રોડ પર પલ્ટી મારી ગઈ હતી જેમાં અકસ્માત દરમિયાન કોઈને જાણહાની પહોંચી ન હતી અને ડ્રાઇવરનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું નિધન : એક્ટરે ઇમોશનલ પોસ્ટ શૅર કરી.

ProudOfGujarat

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી નવતનપુરી ધામ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા યોજાઈ

ProudOfGujarat

આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આર પી એફ અને સ્થાનિય રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન અને સિલ્વર બ્રિજ ઉપર સઘન ચેકીંગ હાથ ધર્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!