Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિકાસ કોનો ..? : અંકલેશ્વર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘’વિકાસ ખોજો” અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન.

Share

અંકલેશ્વર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રૂપાણી સરકારના પાંચ વર્ષના ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના શનિવારે સાતમા દિવસે પણ કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજો” અભિયાન હેઠળ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા.

આજરોજ સવારે ૧૧ કલાકે વિકાસ કોનો ? વિકાસ ખોજો અભિયાન કાર્યક્રમ હેઠળ ત્રણ રસ્તા, રોટરી સર્કલ, APMC પાસે, વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોંગી નેતાઓ અને કાર્યકરોએ હાથમાં સરકાર વિરોધના બેનરો, પોસ્ટરો લઈને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અંકલેશ્વર દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે રાખવામાં આવેલ છે અને રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

એકબાજુ જ્યારે ભાજપા સરકાર રૂપાણી સરકારના પાંચ વર્ષના ઉજવણીના કાર્યક્રમો કરી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર ને જોડતા ગોલ્ડન બ્રીજ માં બે યુવાનોએ બાઈક વચ્ચે મૂકી ડાન્સ કરતો વિડિયો વાયરલ કર્યો…

ProudOfGujarat

જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વોર્ડ નંબર 5 અને 6 માં પરિભ્રમણ યોજાયું

ProudOfGujarat

રાજપીપલાની સરસ્વતી અને ઓમ ગૌરી બંને હોટલ પર એસ.ઓ.જી પોલીસની રેડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!