આજરોજ અંકલેશ્વરમાં આવેલા નોબલ માર્કેટમાં ઘણી બધી જગ્યાએ ખુલ્લેઆમ ગેરકાયદેસર કેમિકલની બેગો તથા વેસ્ટ કેમિકલના દ્રશ્યો જોવા મળ્યા હતા. નોબલ માર્કેટ જિલ્લામાં ભંગારનો જથ્થો ભેગી કરતી મોટી માર્કેટ છે જ્યાં મોટા માત્રામાં ભંગારનાં ગોડાઉન સ્થાપિત છે પરંતુ તે કેટલા કાયદેસર છે કે ગેરકાયદેસર તે માત્ર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જ જાણે છે,
જ્યારે આજરોજ નોબલ માર્કેટમાં કેટલાક એવા વિસ્તારોમાં પીગમેન્ટ કંપનીના રસાયણિક પાવડર તેમજ બેગોનો જથ્થો ખુલ્લેઆમ જમીન પર જોવા મળ્યો હતો જેનાથી જમીનને પણ ખૂબ જ નુકસાન થાય છે ત્યાંના મજૂરોને આ પર્યાવરણને નુકસાન કરતાં બે જવાબદારો વિશે પૂછવામાં આવતાં તેઓ પણ રાજી હતા નહિ. GPCB દ્વારા આ નિયંત્રણ કરવાની જગ્યા એ માત્ર પોતાની ઓફિસોમાં બેસી એ.સી ની જ મજા લઇ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. જમીનનું બગાડથી લઇને વાયુ પ્રદૂષણ કરતી આ માર્કેટ સામે તંત્ર ક્યારે પગલાં લેશે એ જોવાનું રહ્યું છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : નોબલ માર્કેટમાં રસાયણિક પાવડર તેમજ કેમિકલ બેગોનો જથ્થો ખુલ્લેઆમ જમીન પર જોવા મળ્યો : GPCB વાતથી અજાણ ?
Advertisement